Pages

Wednesday 21 August 2019

સાતમ આઠમ તો અમારી હતી,


Fact of 90s....
😃😃😃😃😃

સાતમ આઠમ તો અમારી હતી,
એય ને બીજ ત્રીજ થી જ લોટ ના મોટા મોટા દેણા મુકાઈ જાય,

આજુબાજુ વાળા ના વેલણ, પાટલા, ઉધાર માં લેવાઈ જાય,

એમાંય પાછું ગાંઠિયા નું પિત્તળ વાળો સંચો તો ગામ માં કોક પૈસાદાર ના ઘરે જ હોય, એનું પહેલા થી બુકિંગ કરાવ્યું હોય,

નાના નાના ટાબરિયા નું કામ તો  બસ એની માં ( એ સમયે મમ્મી નો તી.) કે બહેન કે ભાભી જે વણી વણી ને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું,

વરસાદ હોય તો ચૂલા માટે સૂકું બળતણ ક્યાંક જૂના ઓરડા માં રાખી દેવું,

આઠમ ના મેળા માં ઘરે થી નિકડયે એ પેલા જ ઘરે થી  માં કે બાપુજી એ જ નક્કી કરી દીધું એ કે તારે આ લેવાનું છે,..😄😄

ગમે એટલો વરસાદ હોય તોય બરફ નો ગોલો ક આઇસ ક્રીમ તો ખાવાની જ...🍧🍧🍧

લાકડા નો ખટારો મળે એટલે તો જાણે શું ય મળી ગયું...🚚🚚

અને એ વહેમ તો હજુ ગયો જ નથી કે મેળા માં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે...😃😃😃

જેવું પણ હતું, પણ

આજની 1000 રૂપિયા વાળી કાજુ કતરી મા એ મીઠાસ નથી જે એ સમય ની લાડવા માં હતી,

આજના મેથી ના  કે ચાટ મસાલા વાળા ખાખરા માં એ મજા નથી જે એ સમય ની ખારી મીઠી પૂળી માં હતી,...

આજના મોટા મોટા અને અવનવા ચકડોળ માં એ મજા નથી જે એ સમય માં નાના એવા ચકડોળ માં હતી,..

આજ કાલ ના ટાબરિયા શું જાણે સાહેબ,
ત્યારે પૈસા ના હતા પણ મજા ખૂબ હતી,
આજ પૈસા ખૂબ છે પણ મજા જ નથી..

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻