Pages

Wednesday 27 October 2021

મારુ વૃદાવન છે રૂડું વૈકુંઠ મારે નથી જવું..


 

સ્મિતા બોલી

એકલા રહેવા કરતા ત્યાનું ઘર વેચી...અમારી સાથે આવી જાવ...આમેય તમારી ઉંમર થઈ છે...અમને પણ કંપની રહેશે અને તમે સચવાઈ જશો.....આવો ફોન બેગ્લોર થી દેવાંગ અને તેની પત્ની ડિમ્પલ નો હતો...


મારા કાન થી હું સાંભળતો હતો પણ મેં સ્મિતા ને કોઈ પ્રત્યુતર ન આપ્યો...હું છાપું શાંતિ થી વાંચતો રહ્યો..


હું તમારી સાથે વાત કરું છું..સ્મિતા અકળાઈ થોડા ઊંચા અવાજે બોલી..


મેં ..ફક્ત કીધું..હુઊંઉઉ... સાંભળ્યું.....તો..


તો શું....દીકરો પરણાવી મને થયું ચલો હવે શાંતિ થી તૈયાર માલે જમવા નું મળશે...લાલા ની પૂજા કરીશ...માળા ફેરવીશ... તમારી સાથે ગપ્પા મારીશ..પણ તમારી જીદ ને કારણે જ આપણે બેગ્લોર દેવાંગ ને ત્યાં જતા નથી...

અહીં શુ દાટયું છે તમારું ?


મેં છાપું બાજુ ઉપર મૂક્યું...અને કીધું..અરે ગાંડી...શાંત પાણી માં પથરા નાંખીએ તો વમળ ઉભા થાય...દૂર થી ડુંગર રળિયામણા...


આપણા બન્ને નો ખોરાક કેટલો ?

બન્ને વચ્ચે એક ટિફિન મંગાવીયે છીયે..તો પણ વધે છે....

કાયમ માટે ટિફિન બંધાવી લે...કામવાળા નું કેટલી વખત કીધું...રૂપિયા બચાવી ગળે બાંધી જવું છે મારે...આનંદ કર...અને બેંગ્લોર જવાની વાત ભૂલી જા...


સ્મિતા લાગણીશીલ થઈ બોલી...

હવે છોકરાઓ સાથે રહેવા નો સમય છે...દેવાંગ નો છોકરો દાદા..દાદા કરે..મને દાદી કરે..કેવું સારુ લાગે.. સવારે ઉભા થઈએ ત્યારે ચા નાસ્તો તૈયાર મળે...જમવા નું પણ તૈયાર મળે.... હું તો થાકી આ ઘર કામ કરી ને...


હું હસી પડ્યો...


એ બોલી તેમાં હસવા નું શુ છે ?


કંઈ  નહિ..તું કેટલી ભોળી છે..


તમે કટાક્ષ કરો છો....સ્મિતા બોલી...


ના ડાર્લિંગ...અપેક્ષાઓ જ્યારે પુરી ન થાય... ત્યારે એ વ્યક્તિ માં અવગુણ જોવા ના ચાલુ થાય...અવગુણ દેખાય..એટલે તેની સીધી અસર આપણા વાણી વર્તન વ્યવહાર ઉપર પડે...તારી ઈચ્છા હોય તો હું સાથે આવું ...

બાકી મારી ઈચ્છા નથી..


હા.. એક વાત કહી દઉં...કોઈ પણ સંજોગમા..આપણા બન્ને ની હાજરી માં આ ઘર વેચવા નો પ્રયત્ન કરવો નહીં ...

આ સ્વમાન નો આપણો ઓટલો છે..રોટલો મળી રહેશે પણ ઓટલો પછી નહિ મળે..એટલે ઘર વેચવા ની વાત સાથે હું સંમત નથી...


અંતે સ્મિતા ની જીદ સામે હું ઝુક્યો....અમે સામાન પેક કર્યો ,સાથે સુખ દુઃખ ના સાથી એવા લાલા ની પૂજા પણ મેં લીધી... 

ઘર ને તાળું માર્યું....મેં સ્મિતા ના હાથ માં ચાવી આપતા કીધું..સ્મિતા તાળું તારા કહેવા થી ઘર ને મારુ છું..પણ જ્યારે પરત આવીયે ત્યારે તાળું તારે ખોલવા નું રહેશે

સ્મિતા પુત્ર પ્રેમ માં ઘેલી હતી..એ મારા કહેવા નો અર્થ સમજી શકી નહિ...


બેંગ્લોર રેલવે સ્ટેશને અમે પહોચ્યા...સ્ટેશન ઉપર દેવાંગ ને ન જોતા...સ્મિતા એ મોબાઈલ કર્યો તો એડ્રેસ whatsapp થી મોકલી આપ્યું


આ પહેલો અનુભવ, શરૂઆત હતી..હું દેવાંગ નો બાપ હતો તેની માઁ કરતા હું તેને વધારે જાણતો હતો..મેં બાપ તરીકે મર્યાદા રાખી હતી...હું જેટલો બહાર થી કડક હતો તેટલો અંદર થી માખણ જેવો નબળો હતો...આંસુ ની કિંમત હું સમજતો હોવાથી મેં લાગણી અને આંસુ વચ્ચે "બંધ" બાંધ્યો હતો..


અમે ઘરે પહોંચ્યાં ..એટલે ઘર ની બારી માંથી ડાઘીયો કુતરો ભસવા લાગ્યો...મેં બેલ માર્યો

એટલે સ્વીટુ ને સાચવવા વાળી બાઈ એ ઘર ખોલ્યુ....

સ્મિતા એ પૂછ્યું દેવાંગ ક્યાં છે.. ?


એ બન્ને તો રાત્રે આઠ પછી આવે છે...

અમે આવવાના છીયે ખબર હોવા છતાં...આવું વર્તન વ્યવહાર મને વિચિત્ર લાગ્યું...


સ્મિતા એ મારી સામે જોયું...

મેં નજર અંદાજ કરી..સ્વીટુ ને તેડી લીધો..બેટા જો તારા દાદા દાદી આવ્યા....સ્વીટુ ને અજાણ્યું  લાગ્યું એ રડવા લાગ્યો..મેં સ્વીટુ ને પરત કર્યો..


હોટલ નીં જેમ અમને રૂમ ફાળવવા માં આવ્યો...ડિમ્પલે મોબાઈલ ઉપર આપેલ સૂચના પ્રમાણે અમે ફ્રીજ માંથી રસોઈ બહાર કાઢી જાતે જમી લીધા..


સાંજે...દેવાંગ અને ડિમ્પલ આવ્યા...પગે લાગ્યા...

લાગણી ના ફુવરા છૂટ્યા...હું તો બધું જાણતો હતો...

વ્યક્તિ ને ઓળખવા ની કળા મારા માં ઈશ્વરે આપી હતી..છતાં મોઢું હસતું  રાખી ..હું આ રમત જોતો  રહ્યી..


ધીરે ધીરે દિવસો..મહિના પસાર થવા લાગ્યા..મને ઘર યાદ આવતું હતું..મેં પણ નિર્ણય લીધો હતો..સ્મિતા ને મન ભરી ધરાઈ જવા દે.. એ થાકવી જોઈએ પછી જ અહીંથી જવું છે..


સવારે ની ચા દેવાંગ અને ડિમ્પલ સાથે પીવા ની અમે રાખી હતી..પણ ડિમ્પલ ટેબલ ઉપર સવાર સાંજ નું શાક સમારવા સ્મિતા સામે મૂકી દે,

વોશિંગ મશીન ની જવાબદારી, દોરી ઉપર થી કપડાં ને કબાટ માં ગોઠવવા ની જવાબદારી,, સવારે બેલ વાગે એટલે દૂધ લેવાની જવાબદારી....આવી નાની મોટી ઘણી જવાબદારીઓ અચાનક સ્મિતા ઉપર  ડિમ્પલ અને દેવાંગ નાખવા લાગ્યા..


એ તો પાછળ થી ખબર પડી આટલો પ્રેમ નો ઉભરો અચાનક  કેમ અમારા તરફ  હતો..સ્વીટુ ને સાચવવા વાળી બાઇ બે મહિના રજા ઉપર જવાની  હતી... સ્મિતા નું મોઢું જે સવારે હસતું રહેતું એ અત્યારે ઉઠે ત્યારથી દિવેલ પીધેલ મોઢે ઉભી થતી


શુ સ્વપ્નાં સાથે આવી હતી અહીં

તૈયાર માલે સવાર નો ચા નાસ્તો મળશે,  જમવા નું તૈયાર માલે ટેબલ ઉપર મળશે..

સ્વીટુ દાદા દાદી સાથે રમશે..અહીં તો કામવાળી બાઈ જેવી દશા  સ્મિતા ની થઈ ગઈ હતી..પણ સ્મિતા ફરિયાદ કરે કોને ?  નિર્ણય પોતે જ લીધો હતો


એક દિવસ દેવાંગ અને ડિમ્પલ બે દિવસ માટે બહાર ગયા..સ્વીટુ ને સાચવવા બાઈ બે મહિના ની રજા ઉપર હતી..પાછા આવ્યા ત્યારે તેના પાળેલ  કૂતરા એ ઘર બગાડી નાખ્યું હતું...અમને બાળકો ઉછેરવા નો અનુભવ હતો કૂતરા પાળવા કે ઉછેરવા નો અનુભવ ક્યાંથી હોય ?..

સ્મિતા ઘર સાચવે ?  સ્વીટુ ને સાચવે કે પછી તેના કૂતરા ને


કળિયુગ છે..માઁ બાપ ને સાચવી શકતા નથી અને કૂતરા સાચવવા નો શોખ જાગ્યો છે.


ડિમ્પલ અચાનક ઘર જોઈ  સ્મિતા ઉપર બગડી..  એ કહે તમારે આ બધું સાફ સફાઈ કરી નાખવું જોઈએ...આવું ઘર થોડું રાખી મુકાય..


સ્મિતા શાંતિ તી ડિમ્પલ ની તોછડાઈ સાંભળતી રહી..દુઃખ એ વાતનું હતું..હાથ માં બંગડી પહેરી ને બેઠો હોય તેમ દેવાંગ ડિમ્પલ ને આવી રીતે મમ્મી સાથે વાત ન કર ..તેવો ઠપકો પણ આપતો નથી


હવે મને થયું બાજી મારે હાથ માં લેવી પડશે..બેઇજ્જતી ની પણ કોઈ હદ હોય..મારી પત્ની નુ અપમાન એ મારું અપમાન બરાબર જ કહેવાય...


એ દિવસે..રાત્રે બેડરૂમ માં સ્મિતા મારા ખભે માથું મૂકી ખૂબ રડી..


મેં પૂછ્યું ઘરે જવું છે..?


તે નાના બાળક ની જેમ રડતા રડતા માથું હલાવી હા પાડી... 


મેં એક મિનિટ નો પણ વિચાર કર્યા વગર ઓન લાઇન પ્લેન ની ટિકિટ બુક કરાવી સ્મિતા ને કીધું..સ્મિતા કાલ સાંજની પ્લેન ની ટિકિટ છે ..ઉભી થા અને સામાન પેક કર...સ્મિતા નો મોહ ભંગ થયો હતો..મિનિટ નો પણ વિચાર કર્યા વગર સામાન પેક કરવા લાગી.


બીજે દિવસે સવારે ચ પીતા પીતા ..મેં દેવાંગ ને કીધું..

આજ સાંજની અમારી પ્લેન ની ટિકિટ  છે....


આમ અચાનક ? 

તમારે અમને પહેલે થી જાણ તો કરવી જોઈએ ? ઝીણી આંખ કરી દેવાંગ બોલ્યો


ત્યાં ડિમ્પલ બોલી..સ્વીટુ ને કોણ સંભાળશે ?


મેં કીધું ..એ તમારો વિષય છે..અમારો નહિ...


દેવાંગ સામે જોઈ મેં કીધું

બેટા અમે અહીં આવવાના હતા એ તને જાણ કરી હતી....

શુ ફાયદો થયો અમને..જાતે જ અમારે તારા ઘરે આવવું પડ્યું.. 


આજે સાંજે પણ જેવી રીતે અમે આવ્યા તેવી રીતે ટેક્ષી કરી પરત જતા રહેશું..તારે ચિંતા કરવા ની જરૂર નથી..


બાકી એક વાત તમે બન્ને કાન ખોલી સાંભળી લ્યો..

તારો બાપ કદી લાચાર હતો નહિ,લાચાર છે નહીં, અને ભવિષ્ય માં પણ લાચાર બનશે નહિ...મારી જિંદગી મારી રીતે જીવતા પણ આવડે છે..અને તેને સમાપ્ત કરતા પણ આવડે છે...


અહીં તમારા કૂતરા બિલાડા સાચવવા અમે આવ્યા છીયે ?તારા માઁ બાપ છીયે ગુલામ નહિ...બોલવા માં સભ્યતા રાખો..મૌન નો મતલબ મજબૂરી નથી..અમને અમારું જીવન સ્વમાન થી કેમ જીવાય એ આવડે છે..આતો તારી માઁ નો આગ્રહ હતો...એટલે હું આવ્યો સમજ્યો...

ઘરડા માઁ બાપ ને સાચવવા ને બદલે સવાર થી સાંજ ઘર ની જવાબદારીઓ માથે નાખી જતા રહેતા શરમ નથી આવતી...તમને


સ્મિતા એ મને શાંત પાડ્યો..


સાંજે દુઃખી હૈયે અમે બન્ને બેંગ્લોર થી પ્લેન માં બેઠા..

સ્મિતા આંખ બંધ કરી સીટ માં બેઠી હતી..આંખ માંથી આંસુ ટપકતા હતા....બાપડી કેટલા અરમાનો સાથે બેંગ્લોર આવી હતી..મારી આંખ પણ સ્મિતા ની હાલત જોઈ ભીની થઇ ગઇ..


અમે ઘરે પરત ફર્યા...

મેં ઘર ના તાળા ની ચાવી સ્મિતા ના હાથ માં આપતા કીધું લે.. સ્મિતા ઘરને તાળું તારા કહેવાથી મેં માર્યું હતું..હવે ઘર નું તાળું તારી ઈચ્છા થી ખોલ.....

સ્મિતા એ પ્રથમ ઘર ની ચાવી ને પપ્પી કરી પછી અચાનક મને ભેટી રડી પડી અને બોલી. "Home Sweet Home


મેં કીધું દુનિયા નો છેડો ઘર છે..સ્મિતા

ગુલામી ના મિષ્ટાન કરતા આઝાદી નો સૂકો રોટલો વધારે મીઠો લાગે.. એવા સોનાના પાંજરા શુ કામના જ્યાં તમે પાંખ પણ ફફડાવી ઉડી ન શકો...

હવે થી ઘર માં બે સમય ટિફિન આવશે... અને ઘર નું કામ પણ રૂપિયા આપી કરાવી લેવા નું છે...રૂપિયા આપણી જાત માટે અને આનંદ માટે હવે થી વાપરવા ના છે..


હું અચાનક નીચે વળ્યો


સ્મિતા કહે શુ શોધો છો ? 


મેં હસી ને કીધું...તને યાદ છે તે મને કીધું હતું ને અહીં તમારું શુ દાટયું છે...?

સ્મિતા અહીં મેં દાટયું છે શાંતિ,સ્વમાન, સલામતી અને આધ્યાત્મિક આનંદ જે તને ક્યાંય નહીં મળે..


એક વાત યાદ રાખજે...

આવ નહિ આવકાર નહિ...નહિ નયન ના નેહ

તે ઘર કદી ના જઈએ..ભલે કંચન વરસે મેહ


સ્મિતા ફરી મને વળગી  પડી..અને બોલી મારુ વૃદાવન છે રૂડું વૈકુંઠ મારે નથી જવું..


મિત્રો

ઢોર સાથે રહીયે તો ઢોર ને પણ આપણી માયા થઈ જાય છે..એક મનયુષ્ય જ બે પગ વાળું જાનવર છે જે સ્વાર્થ પૂરો થતાં કપડાં કાઢી જન્મ વખત ની અવસ્થા ની જેમ ઉભો રહી જાય છે...


Think Twice Act Wise


પાર્થિવ

Tuesday 19 October 2021

T20 World Cup 2021 Schedule



 T20 World Cup 2021 Schedule(Time Table) and list of team participate in T20 world cup.T20 World Cup 2021 will be organized by the ICC from 17 October 2021. The ICC has said that its final match will be held in the UAE on 14 November 2021. It is expected that this year the T20 tournament will not have to be canceled.

T20 World Cup 2021 Team List

Here the 16 teams participate in the ICC T20 World Cup 2021.

  1. India
  2. Pakistan
  3. Australia
  4. England
  5. South Africa
  6. New Zealand
  7. West Indies
  8. Afghanistan
  9. Sri Lanka
  10. Bangladesh
  11. Netherlands
  12. Papua New Guinea
  13. Ireland
  14. Namibia
  15. Scotland
  16. Oman

T20 World Cup 2021 Schedule

Match NoDateVsRoundsGroup
117-10-21Bangladesh vs Scotland1stGroup B
217-10-21Oman vs Papua New Guinea1stGroup B
418-10-21Sri Lanka vs Namibia1stGroup A
318-10-21Ireland vs Netherlands1stGroup A
519-10-21Scotland vs Papua New Guinea1stGroup B
619-10-21Oman vs Bangladesh1stGroup B
720-10-21Namibia vs Netherlands1stGroup A
820-10-21Sri Lanka vs Ireland1stGroup A
921-10-21Bangladesh vs Papua New Guinea1stGroup B
1021-10-21Bangladesh vs Netherlands1stGroup B
1122-10-21Namibia vs Ireland1stGroup A
1222-10-21Sri Lanka vs Netherlands1stGroup A
1323-10-21Australia vs South Africa1stGroup 1
1423-10-21England vs West Indies1stGroup 1
1524-10-21A1 vs B2Super 12Group 1
1624-10-21India vs PakistanSuper 12Group 2
1725-10-21Afghanistan vs B1Super 12Group 2
1826-10-21South Africa vs West IndiesSuper 12Group 1
1926-10-21Pakistan vs New ZealandSuper 12Group 2
2027-10-21England vs B2Super 12Group 1
2127-10-21B1 vs A2Super 12Group 2
2228-10-21Australia vs A1Super 12Group 1
2329-10-21West Indies vs B2Super 12Group 1
2429-10-21Afghanistan vs PakistanSuper 12Group 2
2530-10-21South Africa vs A1Super 12Group 1
2630-10-21England vs AustraliaSuper 12Group 1
2731-10-21Afghanistan vs A2Super 12Group 2
2831-10-21India vs New ZealandSuper 12Group 2
2901-11-21England vs A1Super 12Group 1
3002-11-21South Africa vs B2Super 12Group 1
3102-11-21Pakistan vs A2Super 12Group 2
3202-11-21New Zealand vs TBCSuper 12Group 1
3303-11-21New Zealand vs B1Super 12Group 2
3403-11-21India vs AfghanistanSuper 12Group 2
3504-11-21Australia vs B2Super 12Group 1
3604-11-21West Indies vs A1Super 12Group 1
3705-11-21New Zealand vs A2Super 12Group 2
3805-11-21India vs B1Super 12Group 2
3906-11-21Australia vs West IndiesSuper 12Group 1
4006-11-21England vs South AfricaSuper 12Group 1
4107-11-21New Zealand vs AfghanistanSuper 12Group 2
4207-11-21Pakistan vs B1Super 12Group 2
4308-11-21India vs A2Super 12Group 2


DateTeamMatch Name
10 Nov 2021TBC vs TBC1st Semi-Final
11 Nov 2021TBC vs TBC2nd Semi-Final
14 Nov 2021TBC vs TBCFinal

T20 World Cup History

Year Host Country Final Match Venue Winner Team Runner-up Team
2007South AfricaJohannesburgIndiaPakistan
2009EnglandLondonPakistanSri Lanka
2010West IndiesBridgetownEnglandAustralia
2012Sri LankaColomboWest IndiesSri Lanka
2014BangladeshDhakaSri Lanka India
2016IndiaKolkataWest IndiesEngland
2020AustraliaMelbournePostponedPostponed
2021IndiaDubaiTBDTBD

અમારી બીજી કોઈ શાખા નથી

આવનારા ૧૦ / ૧૫ દિવસો દરમ્યાન,

તમારા ઘરે બનાવેલા નાસ્તા અને
મિઠાઈ, તદ્દન free of charge ચાખીને..,  

શું ફેરફાર જરૂરી છે, 

એનું માર્ગદર્શન આપીશું...

તો અમારા "એક્સપર્ટ રિપોર્ટ" નો
લાભ લેવા આજે જ  અમને
પાર્સલ કરો. 

અથવા રૂબરૂ બોલાવો. 


અમારી બીજી કોઈ શાખા નથી

😌

Saturday 16 October 2021

વ્યસન છૂટતા વાર નહીં લાગે



*ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો,*

દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો,

*એકસો પાંત્રીસ તમાકુ, સોપારીને કીમામ ખૂબ નખાવો,*

નાગરવેલનું પાન નહીં પણ પોલીથીનમાં લાવો,

*કામધંધામાં ચિત્ત ન ચોંટે હોય નહીં જો માવો,*

હથેળીમાં લઈને મસળી મેં તો ગલોફામાં ચડાવ્યો,

*મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા,*

કપડાં, પૈસા, શરીર બગડે લાખ ભલે સમજાવો.

*તોયે છોડી શકીશ નહીં હું રહીશ આવો ને આવો,*

માન્યો નહીં આ મૂરખ, જિંદગીભર ખાધે રાખ્યો માવો.

*શરીર ઘસાયું માંદો પડ્યો ડોકટર હવે બચાવો,*

ઓપરેશન આવે છે મોટું, નાણાં અઢળક લાવો.

*મિલકત, મકાન, ખેતર વેચ્યું થઈ ગયો છે બાવો,*

છોકરા રડતાં રડતાં બોલે કાં અમને તતડાવો?

*પાટી, ચોપડા, કપડાં લઈ દો પપ્પા અમને ભણાવો,*

બૈરી કહે વગર વાંકે કાં મુજને ધમકવો.

*કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો,*

ચકલા ખેતર ચણી ગયા છે થાય હવે પસ્તાવો.

*મિત્રો મારા ચેતી જજો સમય ન આવે આવો,*

વ્યસનના કચરાને કાઢી દીલમાં દીપ જલાવો.





 

 

  દુઃખની વાત એ છે કે, મરદ પોતાની મર્દાનગી માત્ર કોઈને ડરાવા ધમકવામાં જ બતાવે છે..  સાચો મરદ હોય તો તો ઝેર જેવા વ્યસનનો મરતા સુધી ત્યાગ કરી દે.. ભાઈ...

નિર્વ્યસની લોકો વ્યસનીના વ્યસન મુકાવવામાં મદદ કરો..

*સ્નેહ અને હૂંફ આપો.. વ્યસન છૂટતા વાર નહીં લાગે..*