Pages
Tuesday, 30 July 2024
Alphabet with Stunning Shiva Images
Sunday, 28 July 2024
Shiv Parvati Love Story: AI-Generated Images
Wednesday, 17 July 2024
વાવાઝોડાના ઘરેલુ સિગ્નલો
આપણા ઘરમાં કોઈ
વાવાઝોડું આકાર લઈ
રહ્યું હોય ત્યારે એનાં
સિગ્નલ શી રીતે પારખવાં.?
🚦સિગ્નલ નંબર (1)
બોલચાલ અચાનક બંધ
થઈ જશે. આ તોફાન
પહેલાંની વિચિત્ર શાંતિ છે.
સંભવિત વાવાઝોડાની
આ પહેલી નિશાની.
🚦🚦સિગ્નલ નંબર (2)
અચાનક રસોડામાંથી કોઈ
વાસણ પછડાવાનો અવાજ
સંભળાવો આ સંભવિત
વાવોઝોડાની બીજી
નિશાની છે.
🚦🚦🚦સિગ્નલ નંબર (3)
ચહેરો ફૂલેલો દેખાવો,
આંખોની ભ્રુકુટી તંગ થવી
ચાલવાની, બેસવાની તથા
રસોઈ કે કચરાં-પોતાં વગેરે
ક્રિયાની ઝડપ અસામાન્ય
રીતે વધી જવી. આ સંભવિત
વાવાઝોડું સક્રિય થવાની
ગંભીર નિશાની છે.
🚨🚨🚨🚨સિગ્નલ નંબર (4)
દૂધનું ઉભરાઈ જવું,
દાળનો વઘાર બળી જવો,
શાકમાં મીઠું વધારે પડી જવું,
રોટલીઓ દાઝેલી ઉતરવી.
વગેરે સંભવિત વાવાઝોડું
સક્રિય થઈ ચૂક્યું હોવાની
પહેલી ચેતવણી છે.
🚑🚨🚑🚨🚑🚨સિગ્નલ નંબર (5)
સાવ સાદા છતાં ખતરનાક
લાગતા સવાલોની શરૂઆત
કાલે તમે ક્યાં હતા.?
આજે કઈ તારીખ છે.?
મેં તમને શું કહ્યું હતું.?
સાંભળો, હું શું કહું છું.?
અહીં થી ચેતી જાવ,
આ બધી જ વાવાઝોડા
પહેલાંની પ્રાથમિક
સાયરનો છે.
🚧🚨🚧🚨🚧🚨સિગ્નલ નંબર (6)
તમારા ખોટાં ખોટા
વખાણ થવા લાગે.
અરે તમે તો બહુ
સમજદાર છો...
હું જ મુરખ છું...
આ સિગ્નલો બે કલાકથી
લઈને બે દિવસ સુધી
ઓન રહી શકે છે.
ખતરો હજી ટળ્યો નથી.
બચવાના કોઈ ઉપાયો
પણ બચ્યા નથી.
😢😭😢😭😢😭😢સિગ્નલ નંબર (7)
આંસુઓનો છૂટો છવાયો
અથવા ધોધમાર વરસાદ.
આ પછી પણ વાવાઝોડું
શમી જશે કે બમણી
તાકાત સાથે ફરી ત્રાટકશે.
તે કોઈ નિષ્ણાતો હજી સુંધી
કહી શકતા નથી.
ઉપાય માત્ર એક જ છે.
આ સાતેય સિગ્નલના
ખતરામાંથી બચવા માટે
જેટલું જલ્દી ‘સોરી’
કહી દેશો તેટલું ઓછું
નુકસાન થવાની
સંભાવના છે.
સિગ્નલ ને
ઓળખતા શીખો...
હાથ જોડી ને સોરી
બોલતા શીખો...
વાવાઝોડું ટળી જશે.
😂🙋🏻♂️😂🙋🏻♂️😂