Pages

Monday, 22 May 2017

Morning walk with wife

Morning walk with wife

પતી...   "એય..ઉઠને, થોડુક વોકિંગ કરી આવીએ!!"


પત્ની...."કેમ? હું તમને જાડી લાગુ છું?'


પતી... " અરે જાડા હોય એ જ વોકીગ કરે એવુ થોડુ હોય! ચાલવા થી તબિયત સારી રહે! ફીટ રહેવાય"


પત્ની.... " તમને હું માંદિ લાગુ છું??"


પતી... " તારે ન આવવું હો તો પડી રહે!!


પત્ની.... "એટલે તમારું કહેવાનું એમ થાય છે ને હું આળસુ છું?!!"


પતી... "રેવા દે ને યાર! તું કોઈ વાત ને સમજતી નથી!


પત્ની.... "  હું તો જાણે નાની કીકલી ! મને કાઇ જ સમજણ નથી પડતી !!


પતી... " જો મેં એવું નથી કહ્યું!!"


પત્ની.... " એટલે હું ખોટું બોલું છું એમ ને?"


પતી... " મગજની નસ ખેચવાની રેવા દેને!!'


પત્ની.... " મને કચકચણી કહો છો?


પતી... "એએએ મુક માથાકૂટ, મારે નથી જાવું વોકિંગ માં!"


પત્ની.... 'જોયું? તમારી  જાવાની દાનત જ નહોતી! ખાલી ખાલી મસ્કા જ મારવા છે!


પતી... " હે ભગવાન, તું જા સુઈ જા ! હું એકલો જ જાઉં છું!"


પત્ની.... " મને ખબર જ હતી, તમારે  એકલા એકલા જ બધે ફરવું છે ને એકલા એકલા જ જલસા કરવા છે!!"


પતી... " રેવા દે હો હવે, હું થાક્યો, મારૂ માથુ ભમે છે!!"


પત્ની.... " જોયું? તમે કાયમી તમારી તબિયત નો જ વિચાર કરો છો, મારું તો ક્યારેય વિચારતા જ નથી!!"


આને કેમ પોગવું 😳🤔😝😂🙆‍♂

1 comment: