Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Gujarati quotes

Quotes

 
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે.

"તુ" જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ !

જે પ્રેમ સફળ નથી થતો એ પછી ફક્ત પાસવર્ડ બનીને રહી જાય છે

જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે,
એના Contact List માં પણ હું નથી...

કુંવારાં લોકો ની સમસ્યા:
બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.

કોઇ ના હલાવે લીંબડી
કોઇ ના જુલાવૈ પીપળી
આંય ની ઞરમી આકરી ને
રોડ પર પણ શેકાય ભાખરી

સુકાવા નાખી એને ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.

એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.

ટેરવાં ટચ સ્ક્રીન પર બોલકાં થયા ને,
ત્યાર થી જ સુંવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું !

આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.

દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,
વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય.

આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,
જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ.

મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ,
ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ.

તારી યાદ છે કે રસ-પૂરી નું ઘેન ...
ચડ્યા પછી ઉતરવાનું નામ જ નથી.

ગમું તો છુ હું બધાને,
પણ જરૂર હોય ત્યારે જ...

આ તો કેવો ન્યાય,
દસ વર્ષ થઇ ગયા,
ના એને પ્રેમ જાગ્યો,
ના મારો પ્રેમ ઓછો થયો!

આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે,
લો , મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે...

અડાડીજો હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ.

મારા અંગેઅંગને તું રંગ...
મર્યાદા ભંગ કરીને તું રંગ.

તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ?
જયારે તું "Online" માંથી "Is Typing" થાય ને એ.

હિચકી ઉપર હિચકી આવે છે,
નક્કી એની આંગળીઓ મારા DP પર ફરતી હશે...

જો આખરી શ્વાસ વખતે મને કોઈ આખરી ઈચ્છા પૂછે તો,
મારા હોઠ પર તારા હોઠ ના ઉજરડા માંગુ...

લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ,
વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…

કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.

કેવા હશે એ મોબાઇલ સ્ક્રીનનાં નસીબ,
જે રોજ તારા સ્પર્શની મજા માણતો હશે.

એમની ઉમર પણ સો વર્ષ ની લાગે છે.
હું યાદ કરું ને એ ઓનલાઇન આવે છે.

હું લાગણી નો માળો રચું ,
તુ પ્રેમના ટહુકા મુકીશ ?

તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,
છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.

મારું-તમારું "આપણું" બની જાય, તેનું નામ પ્રેમ!

ભલે સાવ ઉપરછલ્લી આપણી મુલાકાત છે,
પણ એમાં તને એક નજર જોયાની વાત છે.

ભુકંપ માં પણ અખંડ રહી ગયો,
બસ,
તારા થી લાગેલા ઝટકા મા,
હું અંદર થી ખંઢેર થઇ ગયો!

આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો.

સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.

તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.

મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે,
કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.

આ વખત વરસાદડા પડજે તને, સોગંદ છે હો.
દીકરીના લગ્ન વાવ્યા હશે ઘણા એ આ વાવણીમાં.

ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.

ક્યાંક તો કોઈને મારી જરૂર હશે,
એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.

કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો,
ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે.

મીઠી વાતો Mail કરે છે...રંગીન વાતો Share કરે છે,
ચેટીંગ ચેટીંગ રમતા રમતા, દુર બેઠી તું લહેર કરે છે.

એતો કૃષ્ણ રહી શકે રાધા વગર,
હું ક્યા કૃષ્ણ છું કે રહી શકુ તારા વગર.

નથી તમન્ના મશહૂર થવાની,
બસ એક તું ઓળખે એજ ઘણું છે.

No comments:

Powered by Blogger.