Pages

Wednesday, 1 August 2018

પાણીપુરી સ્પેશિયલ ગીત

પાણીપુરી સ્પેશિયલ ગીત



પાણીપુરી સ્પેશિયલ ગીત

આ ગીતને ધૂનમાં ગાવું...ના..સમજ પડે તો દીકરી મારી લાડકવાયી ગીત સાંભળી લેવું 

પાણીપુરી મારી લાડકવાયી...
    ખાણીપીણીનો અવતાર...

પાણીપુરી મારી લાડકવાયી...
   ખાણીપીણીનો આવતાર...

એ ખાઈએ તો જ પેટ ભરાય..
           બાકી ભૂખ્યા રહેવાય.. 
પાણીપુરી સ્પેશિયલ ગીત
પાણીપૂરી મારી લાડકવાયી....
     ખાણીપીણીનો અવતાર...

ભૈયા તારા બટાકાના માસાલાથી..
       આખી પાણીપુરી છલકાય...
ખાતા પાણીપુરી 'યાદવ' ભૈયાની..
       આંખોમાં આંસુ આવી જાય.
તારી એક પાણીપુરીથી....
               પેટની આગ ભુજાય...

 પાણીપુરી મારી લાડકવાયી.....
     ખાણીપીણીનો અવતાર.....

ચણા સાથે ડુંગળી કાપીને, થાય તું તૈયાર..
   મોળી લાગે તો ચટણી નાખીને કરું તીખીધાર.
તારા સ્વાદમાં લાગે મને, ચટપટ્ટો અણસાર...

પાણીપૂરી મારી લાડકવાયી....
    ખાણીપીણીનો અવતાર....

😜😜પાણીપુરી પ્રેમીઓને સમર્પિત.😜😜
પાણીપુરી સ્પેશિયલ ગીત

No comments:

Post a Comment