Pages

Saturday 16 October 2021

વ્યસન છૂટતા વાર નહીં લાગે



*ધંધો છોડીને ચાલી નીકળ્યો ખાવાને હું માવો,*

દુકાને જઈને ઓર્ડર આપ્યો બનાવ બ્રધર માવો,

*એકસો પાંત્રીસ તમાકુ, સોપારીને કીમામ ખૂબ નખાવો,*

નાગરવેલનું પાન નહીં પણ પોલીથીનમાં લાવો,

*કામધંધામાં ચિત્ત ન ચોંટે હોય નહીં જો માવો,*

હથેળીમાં લઈને મસળી મેં તો ગલોફામાં ચડાવ્યો,

*મારી પિચકારી મેં તેથી કપડે ડાઘ લાગ્યા,*

કપડાં, પૈસા, શરીર બગડે લાખ ભલે સમજાવો.

*તોયે છોડી શકીશ નહીં હું રહીશ આવો ને આવો,*

માન્યો નહીં આ મૂરખ, જિંદગીભર ખાધે રાખ્યો માવો.

*શરીર ઘસાયું માંદો પડ્યો ડોકટર હવે બચાવો,*

ઓપરેશન આવે છે મોટું, નાણાં અઢળક લાવો.

*મિલકત, મકાન, ખેતર વેચ્યું થઈ ગયો છે બાવો,*

છોકરા રડતાં રડતાં બોલે કાં અમને તતડાવો?

*પાટી, ચોપડા, કપડાં લઈ દો પપ્પા અમને ભણાવો,*

બૈરી કહે વગર વાંકે કાં મુજને ધમકવો.

*કહેતી રહી હું આખું જીવન છોડી દો તમે માવો,*

ચકલા ખેતર ચણી ગયા છે થાય હવે પસ્તાવો.

*મિત્રો મારા ચેતી જજો સમય ન આવે આવો,*

વ્યસનના કચરાને કાઢી દીલમાં દીપ જલાવો.





 

 

  દુઃખની વાત એ છે કે, મરદ પોતાની મર્દાનગી માત્ર કોઈને ડરાવા ધમકવામાં જ બતાવે છે..  સાચો મરદ હોય તો તો ઝેર જેવા વ્યસનનો મરતા સુધી ત્યાગ કરી દે.. ભાઈ...

નિર્વ્યસની લોકો વ્યસનીના વ્યસન મુકાવવામાં મદદ કરો..

*સ્નેહ અને હૂંફ આપો.. વ્યસન છૂટતા વાર નહીં લાગે..*

No comments:

Post a Comment