Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

What can you give .. ??


What can you give .. ??
તમે શું આપી શકો..?? 

એક સત્ય ધટના 
રાજકીય કારણોસર જર્મની ના બે ભાગ પડી ગયા અને પુર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની વચ્ચે એક વિશાળ દિવાલ બનાવી દેવામાં આવી 

એક દિવસ પુર્વ જર્મની ના કેટલાક લોકો એ એક ટ્રક ભરીને કચરો અને ગંદકી દિવાલ ની બીજી તરફ પશ્ર્ચિમ જર્મનીમાં ઠાલવી દીધી. પશ્ર્ચિમ જર્મનીના લોકો પણ આવું કરી શકતા હતા પણ તેમણે એવું ના કર્યું...પણ એમણે એક ફુટ, બ્રેડ, દુધ અને જીવન જરૂરિયાત ની સારી વસ્તુઓ એક ટ્રક ભરીને પુર્વ જર્મની ની દિવાલ ને અડી ને વ્યવસ્થિત ગોઠવી દીધી અને ઉપર એક બોર્ડ મુક્યું લખ્યું *"જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે"*. 

કેટલું સાચું...
"જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે"....
તમારી પાસે શું છે..???
પ્રેમ કે તિરસ્કાર. ?
પોઝીટીવીટી કે નેગેટિવીટી.?
રચનાત્મકતા કે વિધ્વંસતા.?

વિચારી જેવો

તમારી પાસે આપવા માટે શું છે.. ??

No comments:

Powered by Blogger.