Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Between we are aged

Between we are aged

"1 રૂપિયાની 3 પાણીપુરી" અને "3 રૂપિયાની 1 પાણીપુરી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મેદાન પર આવીજા" અને "ઓનલાઈન આવીજા" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હોટલમાં ખાવા ઝંખવું" અને "ઘરનું ખાવા ઝંખવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ખાધુ પીધુ ને રાજ કર્યુ" અને "દુનિયાદારી સ્વીકારવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"બહેનની પારલે ચોકલેટ ચોરવી" અને "બહેન માટે સિલ્ક લાવવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે" અને "snooze બટન દબાવવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"તૂટેલી પેન્સિલ" અને "તૂટેલા દિલ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"જીંદગીભરના દોસ્ત" અને "કાંઇજ કાયમી નથી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હું મોટો થવા માંગુ છું" અને "હું ફરીથી બાળક બનવા માંગુ છું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ચાલો મળીને પ્લાન કરીએ" અને "ચાલો પ્લાન કરીને મળીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

"મા બાપ આપણી ઇચ્છા પુરી કરે" અને "આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

No comments:

Powered by Blogger.