Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

barpan nu maru faliyu khovayu

barpan nu maru faliyu khovayu

બાળપણનુ મારૂ ફળિયુ ખોવાયુ
                 અને
રમતો હુ એ મારુ આંગણુ ખોવાયુ

નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી
                   કેમકે
રસોડામાં રમતું એ પાણીયારુ ખોવાયુ

નથીરે આવતુ લુંછવા આંસુ આજ કોઈ
                     અને
મારી "મા" લૂંછતી એ આજ ઓઢણુ ખોવાયુ

થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે
                   જયારે
કિલોમીટર દોડાવતુ એ મારુ પૈડુ ખોવાયુ

બત્રીસ ભાતના ભોજન કયા ભાવે છે હવે
                     ત્યારે
ગોળ ઘીનુ મારી મા-બેનીનુ એ ચુરમુ ખોવાયુ

મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે
                   કેમ કે
સીધો જાતો એ ખુલ્લુ હવે બારણું ખોવાયુ

નથી ભૂંસી શકતો હવે લખેલુ આ કાગળનુ
                      અને
ત્યાં તો દફ્તરની એ મારી પેનને પાટીયું ખોવાયુ

હજારો દોસ્તો છે  ફેસબુક અને વોટસએપમા                  
                      પણ

લંગોટીયા યાર સાથેનુ મારું આખે આખું ગામ ખોવાયુ.

No comments:

Powered by Blogger.