Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

ધ સ્ટેન્ડ બોય ઓફ નાગાસાકી

આ એક ઐતિહાસિક ફોટોગ્રાફ છે જે 1945માં જાપાનના નાગાસાકીમાં 09 ઓગસ્ટના રોજ અણુ બોમ્બ ધડાકા બાદ લેવામાં આવેલ હતો.આ ફોટોગ્રાફમાં લગભગ 10 વર્ષનો છોકરો તેના મૃત ભાઈને તેની પીઠ પર પટ્ટો બાંધી સ્મશાનગૃહની બહાર અંતિમવિધિની રાહ જોઈ ઊભો છે. એક સૈનિકે તેને કહ્યુ " તને ભાર લાગશે તારા મૃત ભાઈને નીચે મૂકી દે" ત્યારે એ બાળકે જવાબ આપ્યો કે " તે ભાર નથી ભાઈ છે..!" 

સૈનિક સમજી ગયો અને મૌન થઈ ગયો. ત્યારથી આ ફોટોગ્રાફ જાપાનમાં એકતાનું પ્રતિક ગણાય છે. 

ભાઈ એ ભાર નથી,જો એ પડી જાય તો ઊભો કરો,જો થાકી જાય તો મદદ કરો,જો ભૂલ કરે તો માફ કરો કારણ કે ભાઈ ભાઈ છે ભાર નથી કદાચ જગત એને છોડી દે છે તો તેને તમારી પીઠ પર લઈ લેજો...મદદ કરો.. 

 જે લોહીનો નહી એ કોઈનો નહી

No comments:

Powered by Blogger.