Monday, March 17 2025

Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

જીગલો

BioData🙇
👇
પુરુ નામ :- કા'ભઈ નો જીગલો 👦
સરનામું :- નાંદોલ ( પટેલોનું ગાંમ) 😎
માતાવાલી શેરી..
દરબારો નો મોહ્લો.

ઘર નંબર :- નથી..નાના ટેણીયા ને ક્યો તોય ઘર હુધી મુકી જાય.
ફોન નંબર :- બદલતા રઈયે છીયે..😛

ઇ-મઈલ:- નો દેવાય બેન્કમા દિધેલું છે ઇટલે..😜
જન્મતારીખ :-
તારીખ યાદ નથી આપડે ભુકંપ થ્યો ઇ વરહ. ના ઇના પાંચ વરહ પેલા.😉

*શારીરિક જાણકારી*:
ઉચાઇ :- બારણા થી 3 વેત નેચી..
વજન :- અઢી મણ.
રંગ :- નદી ની રેત જેવો..
સ્વાસ્થ્ય :- ઘોડા જેવું 😃
જાતી :- ભાઇ ભાઇ
પેટાજાતી :-
અનામત વગર ના.. 😂😂

લગ્ન :-
નથી થ્યા.. મેર સે ઉપર વાળાની..😃

પર્સનાલીટી :-
એકદમ ધાસું. 😉

દેશ :- રાંમ નો જનમ થ્યો ઇ દેશ આપડો..😉

ભણતર :
*દસમું પાસ :
પેડા વેચ્યા તા ફલીયા મા એટલા ટકા આયેલા 😃
*બારમું પાસ :
આમાય પેડા વેચેલા..પાડોસી સિવાય..ઝગડો થૈલો ઇટલે.😉
*આઈટીઆઈ :
આખુ વરહ રખડ્યાં 😂

*'પ્રાયવેટ કોર્ષ પણ ઘણા કર્યા'
(એરહોસ્ટેસ, હોટલમેનેજમેન્ટ, કોમ્પ્યુટ હાર્ડવેર& નેટવરકિંગ,ઇથિકલ હેકિંગ, જાવા જેડપ્લસ, લિનક્ષ પ્રોગ્રામીંગ, પાયથન પ્રોગ્રામીંગ..ઓરેકલ......અડહેટે..)

કામ નો અનુભવ :
1) વોડાફોન કોલસેન્ટર : 2 વરહ ફુલનાઇટ ખેચી.
જોબ છોડવાનુ કારણ :
કાઠિયાવાડી ને બનાસકાઠી મગજ નો અઠ્ઠો કરી નાખતા 10 પૈસાવાડી સ્કીમ માટે..😂

2 ) આઇડિયા કોલસેન્ટર : 1 વરહ કાઢી નાખ્યુ.
જોબ છોડવાનું કારણ : નો આઇડિયા.

3 ) મેરસીડિઝ કાર : એક વરહ.

4) લેન્ડમાર્ક હોન્ડા : એક વરહ
જોબ છોડવાનુ કારણ : મગજનુ દહી થઈ જતું 😃
5 ) SNL finance : એક વરહ.
જોબ છોડવાનુ કારણ : મગજ ની નસ ખેચી નાખતા ટારગેટ બતાવી બતાવી ને... 😁😁😁
6 ) LIC agent : પાર્ટ ટાઇમ ચાલુ હતી..
જોબ છોડવાનુ કારણ :- કસ્ટમરો પહેલુ પ્રીમીયમ જાતે ભરે ને બિજુ પ્રીમીયમ આવે તો કે સાહેબ તમી ભરી દેજો..😛

*હાલ ક્યા જોબ ચાલુ છે :-
નો કેવાય... 😜
*વરસ ની આવક :-
નો કેવાય BPL માં નામ છે ઇટલે...

વધુ જાણકારી માટે રૂબરૂ મુલાકાત લેવી..😜
એજ તમારો વાલીડો
🙏🏻...જીગલો....🙏🏻
[

No comments:

Powered by Blogger.