Monday, March 17 2025

Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

Just smile

*
બાબા: બેટા, તારા પર એક ખતરનાક ચૂડેલનો છાયો છે.. . .

ગગો: જરા જબાન સંભાળીને બોલો બાબા, ખબરદાર મારી પત્ની વિશે કઈં આડુ-અવળું બોલ્યા છો તો... 
*
બાબુરાવ: આજે મારા કૂતરાએ ઈંડુ આપ્યું. . .

રાજૂ: હવે કૂતરાં ક્યારથી ઈંડાં આપવા લાગ્યાં? . .

 બાબુરાવ: એ તો બાબુરાવની સ્ટાઇલ છે. મેં મારી મરઘીનું નામ કૂતરું રાખ્યું છે.
*
ભગો (સ્ટેશન પર પેપરવાળાને): ભાઇ એક પેપર આપને.. . .

પેપરવાળો: કયું આપું? ગુજરાતી કે અંગ્રેજી? . .

ભગો: ગમે તે આપને, મારે તો રોટલી જ મૂકવી છે એમાં.
*
એન્જિનિયરિંગનું ફોર્મ ભરતાં-ભરતાં એક સ્ટૂડન્ટે બાજુમાં ઊભેલા ગાર્ડને પૂછ્યું: કૉલેજ કેવી છે? . .

ગાર્ડ: બહુ સરસ છે. હું પણ અહીં જ ભણ્યો છું.

No comments:

Powered by Blogger.