Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

ચાલ ભેગા થઈએ


ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક...
ચહેરો રૂબરૂ જોઈએ, ફેસ બૂક બાજુએ મુક...
મન થી લાઇક કરીએ, અંગુઠો બાજુએ મુક...
પાથરી છે અસ્સલ ચટાઈ, સ્ટેટસ બાજુએ મુક...
ફ્રેન્ડ તો તું પેહલે થી જ છે, રીક્વેસ્ટ બાજુએ મુક...
સુખ દુખ ડાઉન લોડ કરીએ, એપ્લીકેશન બાજુએ મુક...
દિલ થી જોડાયલા છે દિલ નાં તાર, નેટ ફેટ બાજુએ મુક...
કાચી કેરીઓ બાઈટ કરીએ, મેગા બાઈટ ગીગા બાઈટ બાજુએ મુક...
ઓટો રીચાર્જ થાય છે સંબંધો, ચાર્જર બાજુએ મુક...
દિલ ખોલવા મિત્રો જોઈએ, પાસ વર્ડ બાજુએ મુક...
ચાલ ભેગા થઈએ, બધી ચિંતા બાજુએ મુક...

No comments:

Powered by Blogger.