Monday, March 17 2025

Quotes

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે.
ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…

અલ્ટીમેટ ફિલોસોફી

whatzapp todayultimate filosofi

એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, "તમે શું ઈચ્છો છો?  ભાઈ કે બહેન?

દીકરી: - ભાઈ

માતા: - તમે કોના જેવો  ભાઈ  ઇચ્છો છો ?

દીકરી: - રાવણની જેવો. 

માતા: - તું શું કહે છે? શું તમારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે?

દીકરી: કેમ શા માટે મમ્મી ?

તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને 
રાજ્યો છોડી દીધા,  કારણ કે તેમની બહેન ને અપમાનિત કરવામાં આવી હતી.

આટલુ થયા પછી પણ જયારે પોતાના દુશ્મનની પત્ની નુ અપહરણ કયાઁ પછી પણ , તેમણે ક્યારેય તે સ્ત્રીને સ્પર્શ કર્યો નહોતો. 

તો શા માટે હું તેમના જેવા ભાઈ ની અપેક્ષા ન રાખુ? 

રામ જેવા  ભાઈની અપેક્ષા રાખી હું શું કરીશ? જેણે એક "ધોબી" ની વાત સાંભળીને તેની ગર્ભવતી પત્નીને છોડી દીધી , કે જેણે  હંમેશા તેની સાથે પડાછાયા ની જેમ રહેતી  હતી. કે જેણે "અગ્નિ પરીક્ષા" આપ્યા બાદ અને 14 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ પણ રામ સાથે હતી. 

મમ્મી , તમે પણ  કોઈની પત્ની અને બહેન છો, કયાં સુધી તમે તમારા પુત્ર તરીકે "રામ" જેવા બનવાની આશા રાખશો?

માતા રડી રહી હતી. 

સારાંશ  - વિશ્વમાં કોઈ પણ સારા કે ખરાબ નથી. કોઈના વિશે ખોટુ અર્થઘટન ન કરો. તમારો દ્રષ્ટિકોણ બદલો.

જે ક્લબમાં જાય છે તે દરેક માણસ ખોટો નથી હોતો.  અને જે  મંદિરમાં જાય છે તે કોઈ પણ માણસ  શુદ્ધ નથી, તેથી તમે કયારેય  ન્યાય ન કરો !!

જીવનની વક્રોક્તિ:

મંદિર એક ખૂબ જ રસપ્રદ સ્થળ છે - 

ગરીબ માણસ હંમેશા મંદિરની બહાર ભીખ માંગે છે જયારે અમીર લોકો હંમેશા મંદિરની અંદર  આવી ને ભીખ માગે છે ...


અલ્ટીમેટ ફિલોસોફી

No comments:

Powered by Blogger.